Connect Gujarat
ગુજરાત

પંચમહાલ : રાજ્યમાં મળી આવ્યો કપ્પા વેરિયન્ટનો પ્રથમ કેસ; આરોગ્ય વિભાગ થયું દોડતું

X

કોરોનાના ડેલ્ટા વેરિયન્ટ બાદ હવે કોરોનાના કપ્પા વેરિયન્ટનો ખતરો દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે હવે ગુજરાતમાં પણ પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ગુજરાતમાં કોરોનાનો કપ્પા વેરિયન્ટ પ્રથમવાર ગોધરા તાલુકાનાં અંદરના મુવાડા ગામમાં એક દર્દીમાં કપ્પા વેરિયન્ટનો વારસ જોવા મળી આવ્યો છે.

ગોધરા તાલુકાનાં અંદરના મુવાડા ગામમાંથી જૂન મહિનામાં એક પુરુષને કોરોના વાયર પોઝિટ આવ્યા બાદ કપ્પા વેરિયન્ટ માટેનું સેમ્પલ લેવામાં આવ્યું હતું અને તેને પરીક્ષણ માટે અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યું હતું. ત્યાર બાદ 22 દિવસ બાદ તે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જોકે, તે દર્દીનો રિપોર્ટ આવતા પહેલા જ તેમનું મોત નીપજયું હતું.

કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવતાની સાથે જ જિલ્લા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે અને અંદરના મુવાડા ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. મૃતકની અંતિમવિધીમાં જોડાયેલા તેમજ તેમના પરિજનોનું ટ્રેસિંગ કરી સંપર્કમાં આવેલા 22 વ્યક્તિઓ સહિત કુલ 50 ઉપરાંત લોકોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, કપ્પા વેરિયન્ટ પોઝિટિવ આવેલા દર્દીને ડાયાબીટીસ તેમજ ગેંગરીનની બીમારી હતી.

Next Story