/connect-gujarat/media/post_banners/21b0faef7fe1ebf93004f4c8e1ed79ebd931af134e0dc15615c90e9be98a05cc.jpg)
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે ૨૭ ફેબુઆરી ૨૦૦૨માં સાબરમતી કાંડમાં મોતને ભેટેલા ૫૯ જેટલા કારસેવકોને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આજથી ૨૦ વર્ષ પહેલા સાબરમતી એક્ષપ્રેસના કોચ એસ-૬ને અસામાજીક તત્વો દ્વારા આગ લગાવામા આવી હતી.જેમા ૫૯ જેટલા કારસેવકો જીવતા મોતને ભેટ્યા હતા.આ ઘટના બાદ ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા. આ કાંડમાં સામેલ આરોપીઓને પકડીને સજા પણ કરવામા આવી છે. ૨૭ ફેબ્રુઆરીના આ દિવસને યાદ કરીને મૃતકોને શ્રધ્ધાજંલી પાઠવાનો કાર્યક્રમ દર વખતે રાખવામા આવે છે.વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ સહીત અન્ય હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે હાથમા કેસરી ધજા સાથે અને જય શ્રીરામના નારા સાથે બસ સ્ટેશન વિસ્તાર, ભુરાવાવ,પાવર હાઉસ, થઈને ખાડી ફળિયા થઈને ગોધરા રેલ્વે સ્ટેશન ખાતે જ્યા સાબરમતી ટ્રેનનો કોચ સળગાવી દેવામા આવ્યો હતો ત્યા પહોચીને મોતને ભેટેલા હુતાત્માઓને શ્રધ્ધાજંલી આપવામા આવી હતી.