પંચમહાલ:ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે વિકરાળ આગ,અનેક કામદાર ઇજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી.

New Update
પંચમહાલ:ઘોઘંબાની GFL કંપનીમાં પ્રચંડ બ્લાસ્ટ સાથે વિકરાળ આગ,અનેક કામદાર ઇજાગ્રસ્ત

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીતનગર ખાતે રેફરન ગેસ બનાવતી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી હતી. આગની ઘટનામાં અનેક કામદારો ઇજાગ્રસ્ત થયા છે અને મોટી સંખ્યામાં જાનહાનિની આશંકા છે. ઘટનાની જાણ થતાં હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં છે. ઘોઘંબાના રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપનીના MPI-1 પ્લાન્ટમાં આજે વહેલી સવારે પ્રચંડ બ્લાસ્ટ સાથે આગ લાગી હતી. કંપની અને આજુબાજુના વિસ્તારમાં અફરાતરફીનો માહોલ સર્જાયો છે. આગ બાદ બ્લાસ્ટની ઘટનામાં મોટી સંખ્યામાં કામદારો ઇજાગ્રસ્ત થયા છે. ભયાનક ઘટનામાં મોટી સંખ્યામાં મોતની આશંકા સેવાઇ રહી છે. ઇજાગ્રસ્તોને હાલોલની ખાનગી અને રેફરલ હોસ્પિટલમાં લવાઇ રહ્યા છે. ઘટનાને પગલે પંચમહાલ જિલ્લા પોલીસ વડા, કલેક્ટર અને હાલોલ SDM કંપની પર દોડી આવ્યો છે અને હાલોલ, કાલોલ, ગોધરા તેમજ ખાનગી કંપનીના ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યાં છે. કંપનીમાં એસીમાં વપરાતો રેફરન ગેસ બનતો હતો.

Latest Stories