પરપ્રાંતિય ખેતમજૂરની હત્યા
દંપતીના ઝઘડામાં મળ્યું મોત
પિતાની હત્યા કરતો પુત્ર
બે મહિલાઓ પણ ઈજાગ્રસ્ત
અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામમાં દંપત્તિની સામાન્ય તકરાર લોહિયાળ બની હતી,અને સાવકી માતા સાથે ઝઘડો કરતા સગા પિતાને પુત્રએ મોતને ઘાટ ઉતારી દેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.
અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામમાં દંપત્તિની સામાન્ય તકરાર લોહિયાળ બની હતી,પરપ્રાંતીય ખેત મજૂર રમણ મસારને પત્ની સાથે રસોઈ અને ચ્હા બનાવવા બાબતે તકરાર થઈ હતી, જોકે આ અંગેની જાણ પુત્રને થતા તેને પિતા સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી,અને સામાન્ય બાબતમાંથી શરૂ થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. તેમજ ઉશ્કેરાયેલા પુત્રએ પિતાને બોથડ પદાર્થ મારીને લોહીલુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા,વધુમાં પુત્ર દ્વારા બે મહિલાઓને પણ માર મારવામાં આવ્યો હતો.ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ફરાર હત્યારા પુત્રની શોધખોળ શરૂ કરી હતી.