/connect-gujarat/media/post_banners/8faf0581200beaeb89f42a96b06e9af85b0ccc7dcfbf6e6478506497711027f8.webp)
ઉના નગરપાલીકા પ્રમુખ પદે પરેશ બાબુભાઈ બાંભણીયા અને ઉપપ્રમુખ પદે દર્શના મયંકભાઈ જોષી તથા કારોબારી ચેરમેન પદે ધીરૂભાઇ છગની વરણી કરાઇ હતી. ત્રણેય પદો ઉપર પાર્ટીની "નો રીપીટ" થીયરી જોવા મળી હતી. ઉના નગરપાલિકાની ચુંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સહીતના હોદેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ઉના નગરપાલીકા ભવન ખાતે અઢી વર્ષ સમય પૂર્ણ થયા બાદ નગરપાલીકાની ચૂંટણી ડે. કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
/connect-gujarat/media/post_attachments/06e54d91f87e3642c08f944d3a23d48878e2452931b47bfb71e722609701675c.webp)
ઉના તાલુકા પંચાયતના દંડક તરીકે સવિતાબેન વાળાની નિમણૂક
જેમાં ડે.કલેક્ટર જે એમ રાવલ, નગરપાલીકાના ચિફ ઓફીસર, ધારાસભ્ય કે.સી.રાઠોડ સહીત નગરપાલીકાના તમામ સદસ્યો સહીતની ઉપસ્થિતીમાં પ્રમુખ તરીકે પરેશ બાબુભાઇ બાંભણીયા, ઉપપ્રમુખ દર્શના મયંકભાઇ જોષી, કારોબારી ચેરમેન પદે ધીરૂભાઇ છગ, દંડક તરીકે હંસાબેન પાનસુરીયા તેમજ પક્ષના નેતા રાજુભાઇ ગોસ્વામી આ તમામ હોદ્દેદારોની ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટરી બોર્ડમાં જે નામ સર્વસંમતીથી નક્કી કરાયેલ મુજબ પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી, દંડક સહીતના હોદેદારો નિમણુંક કરવામાં આવી છે. આ તકે નિમણૂંક થયેલા તમામ નવનિયુક્ત હોદ્દેદારોને ફુલહારથી આવકારી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.