Connect Gujarat
ગુજરાત

પાટણ : ભારતીય ટપાલ વિભાગની બચત વસંત મહોત્સવ યોજનામાં 5 હજાર લોકોએ નવા ખાતા ખોલાવ્યા...

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. 20 ફેબ્રુઆરીથી લોન્ચ કરાયેલી બચત વસંત મહોત્સવ યોજનામાં પાટણ જિલ્લાના 5 હજાર લોકોએ ખાતા ખોલાવી સેવાનો લાભ લીધો છે.

પાટણ : ભારતીય ટપાલ વિભાગની બચત વસંત મહોત્સવ યોજનામાં 5 હજાર લોકોએ નવા ખાતા ખોલાવ્યા...
X

ભારતીય ટપાલ વિભાગ દ્વારા તા. 20 ફેબ્રુઆરીથી લોન્ચ કરાયેલી બચત વસંત મહોત્સવ યોજનામાં પાટણ જિલ્લાના 5 હજાર લોકોએ ખાતા ખોલાવી સેવાનો લાભ લીધો છે.

ભારતીય ટપાલ વિભાગ દ્વારા નાનામાં નાના વ્યક્તિઓ નાનામાં નાની રકમ પોસ્ટમાં બચત કરી જરૂરિયાતના સમયે તે નાણા તેઓના ઉપયોગમાં આવી શકે તેવી વિવિધ યોજનાઓ અવારનવાર ભારતીય ટપાલ વિભાગ દ્વારા કાર્યરત કરવામાં આવતી હોય છે, ત્યારે ભારતીય ટપાલ વિભાગ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગત તા. 20 ફેબ્રુઆરીથી તા. 28મી ફેબ્રુઆરી સુધી બચત વસંત મહોત્સવ યોજના અમલમાં મુકવામાં આવી હતી. જે અંતર્ગત પાટણ ડિવિઝન દ્વારા જિલ્લાના લોકો સુધી આ યોજનાની જાણકારી પહોંચે અને તેનો બહોળી સંખ્યામાં લોકો લાભ લઇ શકે તેવા ઉદ્દેશથી પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી અંદાજિત 5 હજાર લોકોએ ખાતા ખોલાવી પોતાની બચતને સુરક્ષિત બનાવી છે, ત્યારે બચત કરવા ઇચ્છતા લોકો આ યોજનાનો લાભ લે તે માટે પાટણ પોસ્ટ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Next Story