પાટણ LCB પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીને રૂ. 3.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.
પાટણ જિલ્લામાં તસ્કરોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે, ત્યારે પાટણ LCB પોલીસે 3 જિલ્લામાં થયેલ ઘરફોડ અને વાહન ચોરીનો પર્દાફાશ કર્યો છે. પાટણ LCB પોલીસે રૂ. 3.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટોળકીને ઝડપી પાડી હતા. જેમાં 3 જિલ્લાઓમાં થયેલ 38 જેટલી ચોરીનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ઘરફોડ અને વાહન ચોરી કરતી ટોળકીના 7 શખ્સોને પોલિસે દબોચ્યા હતા. આ ચોર ટોળકીએ પાટણ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી ચોરીઓ કરી હતી. જેમાં આ ચોર ટોળકીએ 2017થી 2022 સુધી અનેક ચોરીઓને અંજામ આપ્યો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં ઘરફોડ અને વાહન ચોરીમાં તરખાટ મચાવ્યો હતો, જ્યારે છેલ્લા 6 મહિનામાં આ ટોળકીએ પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાંથી 13 બાઈક અને 25 ઘરફીડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી.