પાટણ : તામિલનાડુના 95 યાત્રિકોએ રાધનપુરની સુરભી ગૌશાળામાં સફાઈ અભિયાન હાથ ધર્યું...

તામિલનાડુના શ્રી જગતગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપેએ રાધનપુરની શ્રી સુરભિ ગૌશાળાની મુલાકાતે આવ્યા

New Update
પાટણ : તામિલનાડુના 95 યાત્રિકોએ રાધનપુરની સુરભી ગૌશાળામાં સફાઈ અભિયાન હાથ ધર્યું...

રાધનપુરની શ્રી સુરભી ગૌશાળામાં સફાઈ અભિયાન યોજાયું

તામિલનાડુના 95 યાત્રિકો દ્વારા કરવામાં આવી સાફ-સફાઈ

રાજ્યભરના વિવિધ પર્યટન સ્થળોએ સાફ-સફાઈ હાથ ધરાશે

પાટણ જિલ્લાના રાધનપુર સ્થિત સુરભી ગૌશાળા ખાતે તામિલનાડુના 95 યાત્રિકો આવી પહોંચ્યા હતા, આ યાત્રિકોએ ગૌશાળામાં સફાઈ અભિયાન અંતર્ગત સાફ-સફાઈ હાથ ધરી હતી. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ સુરભી ગૌશાળાનું નામ ગુજરાત સહિત સમગ્ર દેશમાં મોખરે છે, ત્યારે તામિલનાડુના શ્રી જગતગુરુ સેવા સમિતિના 95 જેટલા સભ્યો યાત્રા સ્વરૂપેએ રાધનપુરની શ્રી સુરભિ ગૌશાળાની મુલાકાતે આવી પહોંચ્યા હતા,

જ્યાં તમામ યાત્રિકોએ હાલ ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ગૌશાળા પરિસરની સાફ સફાઈ હાથ ધરી હતી. આ સ્વયં સેવકો દ્વારા ભારતના તમામ ધાર્મિક સ્થળો જેવા કે, રામેશ્વર મંદિર, સબરીમાલા મંદિર, ગુજરાતમાં સોમનાથ, દ્વારકા સહિતના વિવિધ સ્થળોની મુલાકાત લેવામાં આવનાર છે. અત્યાર સુધીમાં તેઓએ દેશના 35 મંદિરમાં સફાઈ અભિયાન યોજી સ્વચ્છતા અંગે લોક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે રાધનપુરની સુરભિ ગૌશાળાની મુલાકાત લાઇ ગૌભક્તો સાથે મળી સાફ-સફાઈ હાથ ધરવામાં આવી હતી.

Latest Stories