પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ હોસ્પિટલના ડોક્ટર પીંડારીયાની હોસ્પિટલમાં એક મહિલા દર્દી ઉપર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી અને 5 કિલોની ગાંઠ બહાર કાઢી દર્દીને દુઃખાવામાંથી મુક્તિ આપવામાં આવી છે છેલ્લા કેટલાય વર્ષથી તેમનું પેટ વધતું જતું હતું. શરૃઆતમાં અલગ-અલગ કેટલીક હોસ્પિટલોમાં સારવાર કરાવી હતી, પરંતુ ત્યારબાદ રાધનપુર શહેરના બનાસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા એક એક દુર્લભ સર્જરી હાથ ધરાઈ હતી. આ સર્જરી દરમિયાન ડોક્ટરોએ એક મહિલાના પેટમાંથી લગભગ 5 કિલો વજનની ગાંઠને સફળતાપૂર્વક ઓપરેશન કરી ગાંઠને દૂર કરી છે.સર્જરીની મદદથી ગાંઠ દૂર કરીને ડોક્ટરોએ વર્ષોથી પેટના દુ:ખાવા થી પીડાતી અને લોહી ઓછું થયેલ અને હ્રદય પહોળું થઈ ગયેલ મહિલાનો જીવ બચાવ્યો છે. જ્યાં ડો. પિંડારિયા એ નિદાન કર્યું અને ઓપરેશન કરીને પેટમાંથી 5 કિલોની ગાંઠ બહાર કાઢી હતી. આવડી મોટી ગાંઠ જોતા તેના પરિવારજનો પણ ચોંકી ઊઠ્યા હતાં.1 લાખમા એક દર્દીમા આવી ગાંઠ જોવા મળે છે.અત્રે ડૉ.પ્રકાશ પિંડારીયાની બનાસ હોસ્પિટલમા રાધનપુરના દર્દી સોની ભાવનાબેન જયંતીલાલની આ ગાંઠનું જટિલ ઓપરેશન 32 વર્ષના અનુભવી ડોકટરો દ્વારા કરવામાં આવ્યું હતું.
પાટણ: રાધનપુરમાં મહિલાના પેટમાંથી નીકળી 5 કિલોની ગાંઠ,તબીબોએ કરી સફળ સર્જરી
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે બનાસ હોસ્પિટલના ડોક્ટર પીંડારીયાની હોસ્પિટલમાં એક મહિલા દર્દી ઉપર સફળ શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી
New Update
Latest Stories