/connect-gujarat/media/post_banners/7f7a5ee81de916e7c49f89b01460cb0252dd09d0be25d27e10882a4afd8854a9.webp)
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સન્માન સમારોહ યોજાયો હતો. આ સાથે જ બનાસ બેંકના સીનિયર ઈન્સ્પેક્ટર રાજેન્દ્રસિંહ ઝાલા વય નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. પાટણ જિલ્લાના રાધનપુર શહેર સ્થિત જલારામ પાર્ટી પ્લોટ ખાતે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનો સત્કાર સન્માન સમારંભ યોજાયો હતો. સાથે સાથે બનાસ બેંકના સિનિયર ગ્રેડ વનના અધિકારી રાજેન્દ્રસિંહ ઝાલા વય મર્યાદાના કારણે નિવૃત્ત થતાં તેઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી, બનાસ બેંક અને બનાસ ડેરીના કર્મચારીઓ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો-કાર્યકર્તાઓ સહિત મોટીસંખ્યામાં રાધનપુરના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.