Connect Gujarat
ગુજરાત

પાટણ : ખેડૂતો-પશુપાલકો પાસેથી પશુ ખરીદી કરી છેતરપિંડી કરતી ટોળકી સક્રિય બની...

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણથી લઈ ખોટા ચેક આપી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

X

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક સાથે ભેંસો વેચાણથી લઈ ખોટા ચેક આપી છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેના પગલે ચાણસ્મા તાલુકાના 2 ઈસમ વિરુદ્ધ હારીજ સિવિલ કાર્ટમાં ચેક રીટર્નની ફરિયાદ નોંધાય છે.

મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના પશુપાલક પાસેથી ચાણસ્મા તાલુકાના 2 ઈસમોએ ભેંસો વેચાણથી લઈ ખોટા ચેક આપી છેતરપિંડી આચરી હતી. બન્ને ઈસમો પશુપાલકોને વિશ્વાસમાં લઈ ભેંસો ખરીદી કરી છેતરપીંડી કરતા હોવાના અનેક ગુનાહિત કિસ્સા ઈતિહાસમાં પોલીસ ચોપડે નોંધાયા છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર, લાલુભા નામના ઇસમે ભેંસો ખરીદી કરી રૂ. 1.97નો ચેક આપ્યો હતો, જ્યારે બીજી 2 ભેંસો ભરતજી ભગાજી ઠાકોરે ખરીદી કરી રૂ. 1.20 લાખનો ચેક આપ્યો હતો. ફરિયાદી બેંકમાં ચેક વટાવવા જતા ચેક બાઉન્સ થતા ફરિયાદી દિનેશ જાખેસરા સાથે રૂપિયા 3.17 લાખની છેતરપિંડીની થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ફરિયાદી દ્વારા ભેંસ વેચાણ લઈ જનાર ઇસમોનો અનેકવાર ટેલિફોનિક સંપર્ક કરતા ઈસમો દ્વારા યોગ્ય જવાબ ન આપતા ફરિયાદી દિનેશ જાખેસરાએ બન્ને ઈસમો વિરુદ્ધ હારીજ નામદાર કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે.

Next Story