પાટણ : સામાન્ય બાબતે થયેલી તકરારમાં ખેલયો ખૂની ખેલ, યુવકની હત્યા થતાં પોલીસે તપાસ આદરી...

પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાં સામાન્ય બાબતે થયેલી તકરારમાં 20 વર્ષીય યુવકની હત્યા થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

New Update

મળતી માહિતી અનુસાર, પાટણ શહેરના લીલીવાડી વિસ્તારમાં આવેલ બાલાજી સોસાયટી નજીક ખૂની ખેલ ખેલાયો હતો. મૃતક હર્ષ પરમાર લીલીવાડી વિસ્તારમાં આવેલ સનરાઈઝ સોસાયટીમાં પરિવાર સાથે રહેતો હતો. જે કોઈ કામ અર્થે બહાર ગયો હતો, ત્યારે દુકાન બહાર 20 વર્ષીય હર્ષ પરમારનો હાથ ત્યાં બેસેલા અન્ય ઈસમને અડી જતાં નાની વાતે મોટી તકરાર થઈ હતી, ત્યારે બોલાચાલી બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ઝઘડો થતાં એક જ પરિવારના 3 લોકોએ હર્ષ પરમાર ઉપર છરીઓના ઘા મારી જીવલેણ હુમલો કરતા તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ પાટણ બી’ ડિવિઝન પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જ્યાં મૃતદેહને પાટણ સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ, મૃતક અને આરોપીઓ એક જ સમાજના હોવાનું પણ સામે આવ્યું હતું. હર્ષની હત્યાથી પરિવાર તેમજ મિત્ર વર્તુળમાં માતમ છવાયો છે.

Latest Stories