Connect Gujarat
ગુજરાત

પાટણ : સિદ્ધપુરનો પરપ્રાંતીય યુવાન બ્રશ કરતી વેળા ઊલિયું ગળી ગયો, જુઓ પછી શું થયું..!

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી ક્યારેય કોઈએ સાંભળ્યો ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

X

પાટણ જિલ્લાના સિદ્ધપુરમાંથી ક્યારેય કોઈએ સાંભળ્યો ન હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પરપ્રાંતીય યુવાન બ્રશ કરતી વેળા ઊલિયું ગળી જતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

નાના બાળકોમાં સિક્કો ગળવા સહિતના અનેક કિસ્સાઓ ધ્યાને આવતા હોય છે, ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુરની ગોકુળ મિલમાં કામ કરતા 25 વર્ષીય પરપ્રાંતીય યુવાન સિવ્યેશ કુમાર વહેલી સવારે બ્રશ કર્યા બાદ જીભ પરની ઉલ ઉતારવા માટે ઉલીયાનો ઉપયોગ કરતાં હતા. તે વખતે ઉલીયુ વધારે પડતું પાછળ લઈ જવાથી અન્ન નળીમાં ઉતરી જઈ તે હોજરીમાં જઈ ફસાઈ ગયું હતું. હોજરીમાં ફસાયેલા ઉલ્યાના કારણે તેઓને પીડા શરૂ થઈ હતી, ત્યારે તેઓ સાથે કામ કરતાં કર્મચારી તેને તાત્કાલિક સિદ્ધપુરની સીટી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં એક્સરે કરાવતા ઉલીયુ અંદર ફસાયેલું નજરે પડ્યું હતું. તેઓને પાટણ ફરજ પરના ડોક્ટર હિતેશ પંચીવાલાએ એન્ડોસ્કોપીની મદદથી માત્ર 10 મિનિટમાં જ ગળામાંથી ઉલ્યુ બહાર કાઢ્યું હતું. આ બાબતે તબીબે જણાવ્યું હતું કે, આ કિસ્સો અત્યાર સુધીમાં ક્યારેય કોઈએ નહીં સાંભળ્યો હોય, તેવો આ કિસ્સો બન્યો છે, જ્યારે સારવાર કરી દર્દીને એક કલાકમાં જ રજા પણ આપી દેવામાં આવી હતી.

Next Story