પાટણ : સરકારના આદેશ અનુસાર બપોરના સમયે અગરીયાઓ-શ્રમિકોને આરામ, આકરા તાપમાં કામગીરી બંધ રખાય

સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે, તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ-વિદેશમાં સાતલપુરથી મીઠું નિકાસ કરવામાં આવે છે.

પાટણ : સરકારના આદેશ અનુસાર બપોરના સમયે અગરીયાઓ-શ્રમિકોને આરામ, આકરા તાપમાં કામગીરી બંધ રખાય
New Update

શ્રમિકોને બપોરના બળબળતા તાપમાં મીઠાની રેકો ન ભરવા દેવાના સરકારના આદેશ અનુસાર પાટણ જિલ્લાના સાંતલપુર રેલ્વે સ્ટેશન ખાતે પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સાંતલપુર ખાતે મીઠા ઉદ્યોગ આવેલો છે, તે જગ્યાએ હજારોની સંખ્યામાં મજૂરો કામ કરે છે. દેશ-વિદેશમાં સાતલપુરથી મીઠું નિકાસ કરવામાં આવે છે. અત્યારે 45 ડિગ્રીથી વધુ ગરમી હોય જેથી ગરમીના કારણે લોકોના મોત નીપજી શકે તેમ છે, જેથી સરકારના આદેશ અનુસાર બપોરે 12 કલાકથી 4 વાગ્યા સુધી કોઈપણ શ્રમિકો પાસે કામ ન કરાવવું. જે આદેશને લઈને સાંતલપુર રેલ્વે વિભાગ અને સાંતલપુર પોલીસ દ્વારા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને આદેશનું પાલન કરાવી ગરમીની અંદર મીઠાની રેકો ભરવાની કામગીરી બંધ રાખવા જણાવ્યુ હતું. ગરમીના કારણે કોઈને પણ તકલીફ ન થાય તેને ધ્યાનમાં રાખી રેલ્વે પોલીસની સૂચના અનુસાર મીઠા સાથે સંકળાયેલા શ્રમિકોએ બપોરની ગરમીમાં કામગીરી બંધ રાખી સૂચનાનું પાલન કર્યું હતું.

#Gujarat #CGNews #Patan #government order #According #agriculture #labourers #rest #scorching heat
Here are a few more articles:
Read the Next Article