/connect-gujarat/media/post_banners/3306ca7f7d2736ee017e83076d58fc6ae50b41f1f2128102dcc44175d1d6c256.jpg)
પાટણ જીલ્લાના ચાણસ્મા હાઈવે પરથી મંદિરની ચોરીઓ કરતી સક્રીય ગેંગને પાટણ એલ.સી.બી પોલીસે ઝડપી પાડી હતી. મળતી માહિતી અનુસાર, પાટણ જિલ્લાના ચાણસ્મા હાઈવે પરથી મંદિરમાં ચોરી કરતી ગેંગને ચોરીના મુદામાલ સાથે ઝડપી પાડી નાના મોટા ૨૪ મંદિરમાં ચોરીનો ભેદ એલ.સી.બી પાટણ પોલીસે ઉકેલી કાઢ્યો હતો. પોલીસે બાતમીને આધારે પાટણ ચાણસ્મા હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી મંદિરમાં ચોરીઓ કરતી સક્રીય ગેંગને એક મારૂતિ ઝેન ગાડીમાં મંદિર ચોરીના મુદામાલ તથા મંદિર ચોરી કરવા તાળા તથા દાન પેટી તોડવા ઉપયોગ કરતા સાધનો સાથે પકડી પાડી કુલ રૂ. ૧,૮૩,૧૨૧/-નો મુદ્દામાલ રીકવર કરી નાના મોટા ૨૪ જેટલા મંદિર ચોરીનો ભેદ ઉકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.