/connect-gujarat/media/post_banners/a6074a76bf8694e4936e3155bcf5b18de3714902e7c9bfafaca5c87461f3ee98.jpg)
ઉનાળાની સિઝનનું એક અનોખું ફળ એટલે રાયણ.વર્ષમાં ફક્ત એકવાર આવતું આ ફળ કુદરતી રીતે મીઠાસ ધરાવે છે અને એમાં પૌષ્ટીક તત્વોની ભરમાર હોય છે ત્યારે પાટણ બાલીસણા હાઇવે રોડ પરથી પસાર થતા વાહનચાલકો અને વટેમાર્ગુઓ હોંશે હોંશે રાયણની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે.
આ વર્ષે ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યોપાટણના બાલીસણા ગામે ટીંડેશ્વર મહાદેવ વિસ્તારમાં રાયણના ઝાડ મોટી સંખ્યામાં આવેલા છે અને પુરાણ સમયમાં આ વિસ્તાર હિડમ્બા વન તરીકે જાણીતો હતો.હાલમાં પણ અહીં રાયણના એંશી કરતા વધુ ઝાડ આવેલા છે. જેની ગ્રામ પંચાયત દ્વારા હરાજી કરવામાં આવે છે અને પટણી સમાજના લોકો તેને હરાજીમાં ખરીદી સીઝનમાં રાયણ ઉતારવાનું અને વેચવાનું કામ કરે છે. જેના પર પચાસેક કુટુંબો પોતાનું ગુજરાન ચલાવે છે. ગત સાલ વર્ષ કરતા ચાલુ વર્ષે ભાવમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.ગત વર્ષે રાયણનો ભાવ કિલોના પચાસ રૂપિયા હતો, ચાલુ સાલે દોઢસો થી બસો થયો છે.હોળી પછી રાયણનું ફળ માર્કેટમાં આવવાનું શરૂ થાય છે અને અષાઢ મહિના સુધી બજારમાં જોવા મળતું હોય છે. વર્ષમાં ફક્ત એક જ વાર ખાવા મળતી રાયણ આરોગ્ય માટે અને આયુર્વેદિક રીતે ગુણકારી હોય ઉનાળામાં લોકો હોંશે હોંશે ખાતા હોય છે.