પાટણ : રાધનપુરમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

પાટણના રાધનપુર ગાયત્રી મંદિર થી સીસી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.

New Update
પાટણ : રાધનપુરમાં બીજેપી કાર્યકર્તાઓ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં લોકો જોડાયા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી

પાટણના રાધનપુર ગાયત્રી મંદિર થી સીસી મંદિર સુધી ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં પાટણના ભાજપના યુવા મોરચાના પ્રમુખ કૌશલ જોશી, રાધનપુર તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ રસીક ઠાકોર, મહામંત્રી હરેશ આહીર, શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ દિનેશ ભરવાડ,પુવૅ ધારાસભ્ય લવિંગજી સોલંકી, માર્કેટ યાર્ડના ચેરમેન ડો.કનુ પટેલ, ડો.ગોવિંદ ઠાકોર, રાધનપુર તાલુકા ભાજપ મહામંત્રી ભાવાજી ઠાકોર, માલધારી સેલના ચીકાભાઈ રબારી, મનુ ભારથી સહિતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિમાં ત્રિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. 

Latest Stories