બાલીસણા ગામે બે કોમ વચ્ચે સર્જાયું જૂથ અથડામણ
સોશ્યલ મીડિયામાં પોસ્ટ મૂકવાના વિવાદને લઈને સમગ્ર મામલો બીચક્યો
6થી વધુ લોકોને ઇજા થતા સારવાર અર્થે ખસેડાયા
પાટણ શહેરના બાલીસણા ગામે સોશ્યલ મીડિયામાં કોઈ પોસ્ટ મૂકવાના વિવાદને લઈને 2 જુથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 6થી વધુ લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પાટણના બાલીસણા ગામમાં રવિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકવા મામલે મુસ્લિમ તેમજ પાટીદાર સમાજ વચ્ચે જુથ અથડામણ થઈ હતી. લોખંડની પાઈપ, ધારીયા સહિતના હથિયારો તેમજ પથ્થરો વડે સામસામે મારામારી થતા તંગ દિલી ભર્યો માહોલ ઉભો થયો હતો. એકબીજા ઉપર ધોકા, લાકડી વડે હુમલો કરતા પાટીદાર સમાજના 5 લોકોને ઈજાઓ પહોંચી હતી. જ્યારે મુસ્લિમ સમાજના 2 લોકો ઘવાયા હતા. જેને તાત્કાલિક સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખસેડાયા હતા. બનાવના પગલે એસપી, એસઓજી, એલસીબી સહિતની પોલીસની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી. બંને જૂથો દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કુલ 12 લોકો સામે ગુનો નોંધાયો છે. તેમજ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.