Connect Gujarat
ગુજરાત

પાટણ : આઝાદી બાદ પ્રથમ વાર ગોખતર ગામડીમાં નવો રોડ બનતા ગ્રામજનોમાં છવાયો ખુશીનો માહોલ...

સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ગામ ખાતે આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

X

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ખાતેથી લીમગામડા સુધી સાડા ત્રણ કિલોમીટરના માર્ગના નવીન કામનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ગોખતર ગામડી ગામ ખાતે આઝાદીના આટલા વર્ષો બાદ પ્રથમ વાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો છે.રાધનપુર વિધાનસભાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ચૂંટણી સમયે ગામ લોકોને નવીન માર્ગ બનાવી આપવાનું વચન આપ્યું હતું, જે ધારાસભ્યએ આજે પૂર્ણ કર્યું છે. સાડા ત્રણ કિલોમીટર લાંબા રોડના રૂ. 1.88 કરોડના ખર્ચને મંજૂર કરાવી માર્ગની કામગીરી શરૂ કરવામાં આવી હતી, ત્યારે ધારાસભ્ય લવિંગજી સોલંકી, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન ભરત ચૌધરી, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરત પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોર સહિતના મહાનુભવો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી, ત્યારે નવીન રોડ બનવાનું કામ શરૂ થતાં ગ્રામજનોએ ધારાસભ્યનું સન્માન અને સામૈયું કરી ભવ્ય સ્વાગત કર્યું હતું.

Next Story