Connect Gujarat
ગુજરાત

પાટણ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથેના સંવાદમાં પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યું

પાટણમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ કરી તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુ હતુ

X

પાટણમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેડૂતો સાથે સંવાદ કરી તેઓને પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવ્યુ હતુ

પાટણમાં આવેલ ગોકુલ ગ્લોબલ યુનિવર્સીટીના ચતુર્થ પદવીદાન સમારંભમાં ઉપસ્થિત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવીદાન સમારંભ પૂર્ણ થયા બાદ ખેડૂતો સાથે વાતચીત કરી હતી અને તેઓને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, હું સમગ્ર દેશમાં દરેક મંચ પર પ્રાકૃતિક ખેતી વિશે વાત કરું છું કારણ કે, મારા 200 એકર ખેતરમાં હું સ્વયં પ્રાકૃતિક ખેતી કરું છું અને રાસાયણિક ખેતી કરનારથી વધારે ઉત્પાદન મેળવી રહ્યો છું.પ્રાકૃતિક ખેતી વિષયક બેઠક બાદ રાજ્યપાલે ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીમાં આવેલ નક્ષત્ર વનની મુલાકાત પણ લીધી હતી. ખેડૂતો સાથેની પ્રાકૃતિક ખેતી વિષયક બેઠકમાં કેબિનેટમંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ યુનિવર્સિટી સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story