Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરમાં ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદ્ઘાટન, આધુનિક સુવિધાઓથી સજ્જ છે હશે આ હોસ્પિટલ....

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

X

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ભવ્ય મારુતિ હાડકાની હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નવીન નજરાણુ એટલે કે રાધનપુરની જનતાને મારુતિ હાડકાની હોસ્પિટલની ભેટ આપવામાં આવી છે, રાધનપુરના થરા રોડ પર આવેલા સિધ્ધીવિનાયક કોમ્પ્લેક્સ ના બીજા માળે આજરોજ હાડકાના રોગ નિષ્ણાત ડોક્ટર રૂયિર એચ પરમાર દ્વારા ભવ્ય આધુનિક હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં અનુભવી ડોક્ટર દ્વારા તમામ દર્દીઓ માટે એક માસ માટે કેસની ફીલીધા વગર જ ફ્રીમાં સેવા કરવામાં આવશે. સાથે સાથે સરકારશ્રીના નીતિ નિયમો અનુસાર તમામ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડમાં મળતા તમામ લાભો દર્દીઓને આપવામાં આવશે. આધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પીટલમાં ગરીબ દર્દીઓ માટે વ્યાજબી ભાવે સેવા કરવામાં આવશે. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર, રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય શ્રી લવિંગજી સોલંકી, રાધનપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, ટોટણા સદારામ બાપુની જગ્યાના મહંત શ્રી દાસ બાપુ, મુકેશભાઈ સોલંકી, ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત મોરચાના પ્રમુખ,ડોક્ટર ગોવિંદજી ઠાકોર, ડોક્ટર દેવજીભાઈ પટેલ અને ડોક્ટર પંચાલ સાહેબ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story