પાટણ : ગરબડી ગામે ભાજપ ડોક્ટર સેલ-મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો…

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે.

New Update
પાટણ : ગરબડી ગામે ભાજપ ડોક્ટર સેલ-મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો…

પાટણ જીલ્લાના રાધનપુર-સાંતલપુર તાલુકાના ગરબડી ખાતે ભારતીય જનતા પાર્ટીના ડોક્ટર સેલ તથા મહિલા મોરચા દ્વારા હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisment

ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરના 750 સ્થળે 5 હજાર દીકરીઓના હીમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાશે, ત્યારે પાટણના રાધનપુર શહેરની શેઠ કે.બી.વકીલ હાઈસ્કૂલ અને કોલેજ ખાતે ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલ અને મહિલા મોરચા દ્વારા હીમોગ્લોબીન ચેકઅપ યોજાયો હતો. આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડોક્ટર સેલના ડો. વિજય સુથાર તેમજ ડૉ. ચિરાગ સમગ્ર સહિતના આગેવાનો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં ભાજપ મહિલા મોરચાના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisment