પાટણ : જૂની અદાવતમાં 2 સગા ભાઈએ પાડલા ગામના ઈસમનું ઢીમ ઢાળ્યું, પોલીસ તપાસ શરૂ...

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે જૂની અદાવતમાં એક જ કોમના ઈસમો વચ્ચે ચાલી આવતી દુશ્મનીએ એક યુવકનો ભોગ લીધો છે.

New Update
પાટણ : જૂની અદાવતમાં 2 સગા ભાઈએ પાડલા ગામના ઈસમનું ઢીમ ઢાળ્યું, પોલીસ તપાસ શરૂ...

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે જૂની અદાવતમાં એક જ કોમના ઈસમો વચ્ચે ચાલી આવતી દુશ્મનીએ એક યુવકનો ભોગ લીધો છે. બનાવના પગલે શંખેશ્વર પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment

મળતી માહિતી અનુસાર, પાટણના શંખેશ્વર તાલુકાના પાડલા ગામે રહેતા ઇલીયાસ ભટ્ટી નામના ઈસમને આજથી 6 માસ પૂર્વે આજ ગામના સરફરાજખાન ભટ્ટીની સાથે કોઈ કારણસર ઝગડો થયો હતો. જે ઝગડામાં ઈલીયાસ ભટ્ટીએ સરફારજખાન ભટ્ટી ઉપર ફાયરીંગ કરતાં આ કેસમાં પોલીસે ઇલીયાસ ભટ્ટીની અટક કરી જેલ હવાલે કર્યો હતો. ત્યારબાદ તેને જામીન મળતા તે જામીન પર મુક્ત થયો હતો, ત્યારે અગાઉ થયેલ મારામારીની અદાવત રાખી ઇલીયાસ ભટ્ટી પોતાનું મોટર સાયકલ નંબર GJ-24-AE-5094 લઇને શંખેશ્વર ખાતે કોઈ કામ અર્થે બહાર નીકળ્યો હતો, ત્યારે પાડલાથી શંખેશ્વર જતા રોડ પર ઈલીયાસ ભટ્ટીની રાહ જોઈ બેઠેલા સરફરાજખાન ઉર્ફે સકુ કાલુમીયા ભટ્ટી અને તેના ભાઈ સલીમ કાલુમીયા ભટ્ટીએ તેમનો ઇરાદો પાર પાડવા GJ-24-K-9354 નંબરના પોતાના ટ્રેકટર વડે ઈલીયાસ ભટ્ટીની બાઈકને ટક્કર મારી તેને નીચે પાડી દઇ માથાના ભાગે તિક્ષ્ણ હથિયારથી ઘા મારી તેનું મોત નિપજાવ્યું હતું. બનાવના પગલે મૃતકના ભાઈ દ્વારા શંખેશ્વર પોલીસ મથકે સરફરાજખાન ભટ્ટી અને તેના ભાઈ સલીમ ભટ્ટી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવતાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Advertisment