Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુરના ગોતરકા ગામે પીવાના પાણીની પારાયણ, મહિલાઓએ હીજરત કરવાની ચીમકી ઉચ્ચારી...

X

રાધનપુરના ગોતરકા ગામે સર્જાય પીવાના પાણીની સમસ્યા

છેલ્લા 2 મહિનાથી પાણી નહીં મળતા સ્થાનિકોને ભારે હાલાકી

મહિલાઓએ માટલાં ફોડી હીજરત કરવાની ચીમકી ઉચ્ચારી

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગોતરકા ગામ ખાતે છેલ્લા 2 મહિનાથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

પાટણના રાધનપુર તાલુકાના ગોતરકા ગામે છેલ્લા 2 મહિનાથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ગયા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, 7થી 8 હજારની વસ્તી ધરાવતા આવડા મોટા ગામમાં 2 વર્ષ પહેલાં મોટો સંપ બનાવવાની રજુઆત કરાય હતી. પીવાના પાણીની છેલ્લા 2 મહિનાથી વિકટ સમસ્યા છે. પીવાના પાણીની પારાયણને લઈને મહિલાઓએ માટલા ફોડી રસ્તા રોકો આંદોલન પણ કર્યું હતું. જોકે, પાણી નહીં મળે તો મહિલાઓ દ્વારા હીજરત કરવા તેમજ નાયબ કલેક્ટર કચેરી આગળ ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story