/connect-gujarat/media/post_banners/5ece8467d4c952e9dad2ac1651ce45491a6edd1ac97a9365d5114e6f2ecaeb9a.jpg)
પાટણના હારીજ જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના ૧૮ થી વધુ ગામોના લોહાણા પરિવારના સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પાટણના હારીજ જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના ૧૮ થી વધુ ગામોના લોહાણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા-જુદા શહેરો માં સ્થાઈ થયા છે, તેવા સમગ્ર વઢિયારી લોહાણા પરિવારો પોતાની સંસ્કૃતિ, વતનની વાતોને તરો-તાજા કરવા માટે વઢીયાર વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.હારીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પણ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખુબ જરૂરી હોવાનું જણાવી વઢીયાર વંદના સાથે આયોજિત સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા હતા