Connect Gujarat
ગુજરાત

પાટણ : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શંખેશ્વરમાં સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરાયું...

શંખેશ્વર ખાતે અંદાજીત રૂ. 2.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

X

એસટી. બસના મુસાફરોની સુવિધામાં કરાયો વધારો

શંખેશ્વરમાં સુવિધાસભર બસ સ્ટેશનનું કરાયું ખાતમુહૂર્ત

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રહ્યા વિશેષ ઉપસ્થિત

પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે અંદાજીત રૂ. 2.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લાના શંખેશ્વર તથા આસપાસના તમામ ગામડાઓ અને શહેરીજનોની સુવિધામાં વધારો થવા જઇ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શંખેશ્વર ખાતે અંદાજીત રૂ. 2.57 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કુલ 4460 ચો.મી. જમીન વિસ્તારમાં નિર્માણ થનાર આ બસ સ્ટેશનમાં કુલ 7 જેટલા પ્લેટફોર્મ હશે.

નવું નિર્માણ પામનાર આ બસ સ્ટેશનમાં પેસેન્જર વેઈટીંગ એરીયા, કંટ્રોલ રૂમ, વોટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, ટોઈલેટ વીથ હેન્ડીકેપ ફેસીલીટી સહિતની નવીન સુવિધાઓ પ્રાપ્ત થશે, જેનાથી બસમાં મુસાફરી કરતા મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે. તો બીજી તરફ, હિંમતનગર ખાતે ચાલુ બસે ડ્રાઇવરને હાર્ટ એટેક આવવાની ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દુઃખદ ઘટના ગણાવી હતી. સરકાર તમામ લોકોની તમામ પ્રકારની ચિંતા કરે છે, ત્યારે એસટી. બસના ચાલકોના આરોગ્યની સમયસર તપાસ થાય તે દિશામાં કામ કરવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતું.

Next Story