Connect Gujarat
ગુજરાત

પાટણ : બિલિયા ગામે આસોસુદ ચૌદશની રાત્રીએ સવાસો દીવડાની 225 માંડવી ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું...

બિલિયા ગામ ખાતે ચૌદશની રાત્રે સવાસો દીવડાની 225 ગરબાની માંડવી એક સાથે ચાચર ચોકમાં ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

X

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામ ખાતે ચૌદશની રાત્રે સવાસો દીવડાની 225 ગરબાની માંડવી એક સાથે ચાચર ચોકમાં ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે આસોસુદ ચૌદશની રાત્રીએ વેરાઇ માતાના સન્મુખે સવાસો દીવડાની માંડવીઓ લઇને ચોકમાં મહિલાઓ ગરબે ઘૂમતા અલૌકિક વાતાવરણ સર્જાયું હતું. અહી બીલીયાના ગ્રામજનો કોઇપણ જાતના ભેદભાવ વગર ગરબે ઘૂમે છે, અને મોડી રાતે સારા મુહૂર્તમાં ઘંટનાદ થતાં માંડવીઓ લઇને ગરબે ઘૂમતી મહિલાઓ પાસેથી પુરુષો માંડવીઓ લઇને માથે મુકીને ચોકથી 1 કિમી દૂર આવેલા વેરાઇ માતાના મંદિર તરફ દોટ મુકે છે, જ્યાં માંડવીઓ મુકીને સુખડીના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. માંડવીઓના દર્શને આસપાસના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી પહોચ્યા હતા. ગરબામાં સવાસો દીવડા ધરાવતી વજનદાર માંડવીઓ મુખ્યત્વે ઘરમાં વર્ષ દરમિયાન સારા ખોટા પ્રસંગ બનેલ હોય, દૂધાળાં પશુ બીમાર પડ્યાં હોય કે, ઘરે પારણું બંધાયું હોય તેમજ દુ:ખ દર્દ દૂર કરવા માટે માનતા રાખતાં માંડવીઓ કાઢવામાં આવતી હોવાની પરંપરા ચાલી આવી છે.

Next Story