પાટણ : રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થાનો પોલીસે કર્યો નાશ, ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત...

જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ તંત્ર દ્વારા રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

New Update
પાટણ : રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થાનો પોલીસે કર્યો નાશ, ઉચ્ચ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત...

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પોલીસ તંત્ર દ્વારા રૂ. 2.11 કરોડના વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ડીવાયએસપી ડી.ડી.ચૌધરી, રાધનપુર નાયબ કલેક્ટર, નશાબંધી અધિકારીની ઉપસ્થિતિમાં રાધનપુર, સાંતલપુર, સમી, વારાહી અને શંખેશ્વર સહિતના પોલીસ મથક દ્વારા પકડાયેલ વિદેશી દારૂની 1 લાખથી વધુ બોટલ જેની કિંમત અંદાજિત 2.11 કરોડના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. તમામ પોલીસ મથકો દ્વારા પકડાયેલો વિદેશી દારૂનો જથ્થો રાધનપુર-મહેસાણા રોડ ઉપર આવેલી ખુલી જગ્યામાં લાવવામાં આવ્યો હતો. જેના ઉપર રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. આ દરમ્યાન તમામ પોલીસ મથકના પીઆઇ, પીએસઆઇ અને પોલીસ સ્ટાફ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.