પાટણ: ભાજપ દ્વારા જાહેરસભાનું કરવામાં આવ્યુ આયોજન, અલ્પેશ ઠાકોરે વિપક્ષ પર કર્યા પ્રહાર

પાટણના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના સમર્થનમાં રાધનપુર ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા

New Update

ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે પાટણના રાધનપૂર ખાતે ભાજપ દ્વારા જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાન અલ્પેશ ઠાકોર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે પાટણ જિલ્લાના ભાજપના પ્રમુખ દશરથજી ઠાકોર અને પુવૅ ધારાસભ્ય નાગરજી ઠાકોર અને જિલ્લા પંચાયતના પ્રમુખ હેતલબેન ઠાકોર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં અલ્પેશ ઠાકોરે ભાજપના ઉમેદવારને જંગી લીડથી જિતાડવા આહવાહન કર્યુ હતું

Read the Next Article

અંકલેશ્વર: GIDCમાં વરસાદી માહોલ વચ્ચે ગેસલાઈનમાં ભંગાણ, ફાયર વિભાગ દોડી આવ્યું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

New Update
MixCollage-26-Jun-2025-08-06-PM-7022

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં ફરી ગેસ લાઈનમાં લીકેજ થતા નાસભાગ મચી જવા પામી હતી.કોહીજન લાઈફ સાયન્સ કંપની નજીક ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં  આવેલ કોહીઝોન લાઈફ સાયન્સ કંપની પાસે વરસાદી માહોલ વચ્ચે ગેસ લાઈનમાં ભંગાણ સર્જાતા આસપાસની કંપનીઓમાં નાસભાગ મચી જવા પામી હતી.ગેસ લીકેજ અંગે કંપનીના અધિકારીઓએ ગુજરાત ગેસ કંપની અને ફાયર વિભાગને જાણ કરતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ગેસ લાઈન બંધ કરી સમારકામની કામગીરી હાથ ધરી હતી.સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી.