પાટણ સમાજ કલ્યાણ કચેરીમાં નિરીક્ષક વર્ગ 3ના કર્મચારી તરીકે ફરજ બજાવતો ચૌધરી સુનિલ ખોડાભાઈ પાટણ જિલ્લા પંચાયત કચેરી પાટણ ખાતે અરજદાર પાસેથી રૂપિયા 5000ની લાંચ સ્વીકારતા લાંચ રુશ્વતની ટીમના રંગે હાથ ઝડપાઈ જતા સરકારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
આ બાબતે મળતી હકીકત મુજબ આ કામના ફરિયાદીને ડૉ. આંબેડકર આવાસ યોજના હેઠળ મકાન સહાયના ત્રીજા હપ્તાના ચેક જમા કરાવવાના અવેજ પેટે આ કામના આક્ષેપિતે ફરિયાદી પાસે રૂપિયા 5 હજારની લાંચની માંગણી કરેલ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય તેઓએ એ.સી.બી.નો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે આજ રોજ લાંચના છટકાનું આયોજન કરતાં આ કામના આક્ષેપિતે ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ 5 હજારની લાંચની માંગણી કરી રૂ 5 હજારની રકમ પાટણ જિલ્લા પંચાયત કચેરી પાટણ ખાતે સ્વીકારતા એસીબી ટીમે તેને સ્થળ ઉપરથી લાચ લેતા રંગે હાથ આરોપીને ઝડપી એ.સી.બી.એ તેની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.