પાટણમાં કોલેજ કેમ્પસ નજીક આવેલાં અંડરબ્રિજના નિર્માણમાં તંત્રએ બુધ્ધિનું દેવાળું ફુંકતા વિદ્યાર્થીઓને જીવના જોખમે દિવાલ ઓળંગી અભ્યાસ માટે જઇ રહયાં છે.
તમે જે દ્રશ્યો જોઇ રહયાં છો તે પાટણમાં કોલેજ કેમ્પસ નજીક આવેલાં અંડરપાસના છે. તમે જોઇ શકો છો કે વિદ્યાર્થીઓ કેવી રીતે જીવના જોખમે પસાર થઇ રહયાં છે.
કોલેજ કેમ્પસમાં હજારો વિદ્યાર્થીઓની અવરજવર રહેતી હોય છે. અહીં બ્રોડગેજ રેલવે લાઇન પસાર થતી હોવાના કારણે રેલવે દ્વારા અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં ચોમાસા દરમિયાન ખૂબ પાણી ભરાઇ રહેવાથી બ્રિજ બંધ થઇ જાય છે. આ ઉપરાંત રાહદારીઓ માટે ફુટપાથ પણ બનાવવામાં આવ્યો નથી. સાંકડા અંડરબ્રિજમાંથી વાહનો પણ પસાર થતાં હોવાથી ચાલવાની જગ્યા રહેતી નથી પરિણામે અકસ્માતનો ભય રહેલો છે.
રેલવેના નાળા ઉપર આરસીસીની જાડી દિવાલ બનાવી દેવામાં આવતા રસ્તો બંધ થઇ ગયો છે. પરિણામે વિદ્યાર્થીઓ પાટા ઓળંગવાનું જોખમ લઇ કોલેજમાં અવરજવર કરી રહયાં છે. વિદ્યાર્થીઓની સલામતી માટે જિલ્લા વહીવટી તંત્ર, કોલેજ મેનેજમેન્ટ કે રેલવે ખાતું કંઈ વિચારશે ખરા..તેવો સવાલ લોકો પુછી રહયાં છે.