/connect-gujarat/media/post_banners/aacc2c9432d8ccca78f5732d160f039a5e098784e7643a6c6fe4cebf1b4ceb79.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
પાટણ જિલ્લાના રાધનપુર GIDC ખાતે શ્રી કૃષ્ના ફ્લોર મિલના માલિક ઠાકોર બેચરભાઈ તેમજ ભગાભાઇ ઘંટીવાળા દ્વારા રાધનપુર શહેરની જનતા માટે નવી ફ્લોર મિલનું નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે રાધનપુર GIDC ખાતે શ્રી ક્રિષ્ના ફલોર મિલનું રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી સહિત સાધુ-સંતોના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. સાથે જ ડાહ્યગીરી બાપુ અને દેવીદાસ નારાયણ સ્વામી બાપુના આશિષ આશીર્વાદ વચનથી શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી, કનુ ચોધરી, ડો. ગોવિંદ સદારામ, વિનોદ ચોધરી સહિતના મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.