Connect Gujarat
ગુજરાત

પાટણ: બાકી પડતા રૂ.30 લાખના વેરાના કારણે અહેવાલ ગામના સોલાર પ્લાન્ટને સીલ કરાયો

X

પાટણ તાલુકા વિકાસ અધિકારીની કાર્યાવાહી

અહેવાલ ગ્રામપંચાયતનો પ્લાન્ટ સીલ કરાયો

બાકી પડતા વેરા બાબતે સોલાર પ્લાન્ટ સીલ

રૂ.30 લાખનો વેરો ન ભરતા પ્લાન્ટ સીલ કરાયો

બાકીદારોમાં ફફડાટ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૈવા ગ્રામ પંચાયતમાં સોલાર પ્લાન્ટનો પંચાયતનો વેરો ના ભરતાં સીલ મારવામાં આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વૈવા જુથ ગ્રામ પંચાયતની અંદર આવેલ અહેવાલ ગામ ખાતે 105 મેગાવોટના સોલાર પ્લાન્ટને ગામ પંચાયતના વેરાના બાકી નીકળતા 30 લાખ રૂપિયા ના ભરતાં તાલુકા વિકાસ અધિકારી સાંતલપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને સરપંચની હાજરીમાં સીલ કરી દેવામાં આવ્યો હતો. કંપનીના માલિકો દ્વારા ગ્રામ પંચાયતનો વેરો ભરવા તૈયાર ન હોય ત્યારે તાલુકા વિકાસ અધિકારીના આદેશ અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હતી જેના કારણે ફફડાટ ફેલાય જવા પામ્યો છે.

Next Story