Connect Gujarat
ગુજરાત

પાટણ : વરાણા ગામે 15 દિવાસીય ભાતીગળ લોકમેળાનો રાધનપુર-ચાણસ્માના ધારાસભ્યના હસ્તે પ્રારંભ કરાયો...

સમી તાલુકાના વરાણા ગામે આવેલ ઐતિહાસિક ધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસીય ભાતીગળ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

X

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે આવેલ ઐતિહાસિક ધામ ખોડીયાર માતાજીના મંદિર ખાતે 15 દિવસીય ભાતીગળ મેળાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લાના સમી તાલુકાના વઢીયાર પંથકના વરાણા ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક આસ્થાનું કેન્દ્ર ખોડીયાર વરાણા ધામ ખાતે આજથી સુદ એકમથી પૂનમ સુધી 15 દિવસ ભવ્ય લોકમેળો યોજાય છે. જેમાં અંદાજિત 20 લાખથી વધુ યાત્રિકો દર્શન કરવા માટે પહોંચે છે. ઐતિહાસિક અને ભવ્ય મેળાની અંદર માં ખોડીયારના દર્શન કરવા સમગ્ર દેશ અને વિદેશની અંદરથી લોકો પહોંચે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર, વરાણા ખોડીયાર ધામ ખાતે લોકો તલની સાનિનો પ્રસાદ કરે છે, ભવ્ય લોકમેળો જોવા અને મેળો માણવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે, ત્યારે રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશજી ઠાકોરની ઉપસ્થિતીમાં આ મેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર, ગામના સરપંચ અને તલાટી કમ મંત્રી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Next Story