Connect Gujarat
ગુજરાત

પાટણ : રાધનપુર તાલુકાના દૈગામ ગામના પશુપાલકોને બનાસ ડેરીએ આપેલો વધારો ના મળતા રોષે ભરાયા....

પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.

X

પાટણ જિલ્લાના રાધનપુરમાં બનાસ ડેરીએ વધારો આપવાની જાહેરાત કરી માત્ર 21 ટકા જ વધારો આપતા પશુપાલકો રોષે ભરાયા હતા.

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દૈગામ ગામના પશુપાલકોને બનાસ ડેરી તરફથી વધારો આપવાની જાહેરાત કર્યા બાદ વધારો ના મળતા પશુપાલકો રાધનપુર ખાતે આવેલ શીત કેન્દ્ર ખાતે પહોંચી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા પશુપાલકોના હિતમાં વધારો આપવાની જાહેરાત કરી હતી. મોટાભાગની ડેરીઓની અંદર પશુપાલકોને વધારો મળી જતા તેને લઈને રાધનપુર તાલુકાના દૈગામના પશુપાલકોને વધારો ના મળતા રોષ જોવા મળ્યો હતો. દરેક મંળડી દ્વારા ૨૬ ટકા વધારો આપવામાં આવ્યો છે ત્યારે દૈગામ ખાતે માત્ર 21 ટકાનો વધારો આપતા 150થી વધારે પશુ પાલકની અંદર રોષ જોવા મળ્યો હતો. દરરોજ 900 લીટરની દૂધની આવક હોવા છતાં પશુપાલકોને પગાર પણ સમયસર ના મળતો હોવાનો પશુપાલકે આક્ષેપ કર્યો હતો.

Next Story