પાટણ: છેતપરપિંડીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ,કોલસાના વેપારી સાથે કરી હતી ઠગાઇ

ઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

New Update
પાટણ: છેતપરપિંડીના ગુનામાં બે વર્ષથી ફરાર આરોપીની પોલીસે કરી ધરપકડ,કોલસાના વેપારી સાથે કરી હતી ઠગાઇ

પાટણના રાધનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઠગાઇના ગુનાના બે વર્ષથી નાસતા ફરતા આરોપીને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી ખાતે કોલસાના વેપાર સાથે સંકળાયેલા રમેશભાઈ મૂળજીભાઈ ગોકલાણીના ચારકોલના ડેપા પરથી બે વર્ષ અગાઉ કોલસાની ટ્રક ભરી જઈ ચીટીંગ કરનાર આરોપી નાસતો ફરતો હતો..

Advertisment

તેને કચ્છ પશ્ચિમ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે માધાપરથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ઝડપીને તેની વધુ તપાસ માટે રાધનપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો.આરોપી મૂળ રાજસ્થાનના અજમેરનો અમરચદ ઉર્ફે બબલુ બાલુ રામ ચૌધરી હોવાનું બહાર આવ્યુ હતુ ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisment