/connect-gujarat/media/post_banners/a5716942f9b6a48c39d7a889953149ac8a32d4c534cad5690a5acb982a2ecf82.jpg)
પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના કારણે ખેડૂતોને મોટુ નુકશાન થતાં તેઓ સરકાર પાસે મદદની ગુહાર લાગાવી રહ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના જાવંત્રી ગામ ખાતે ખેડૂતોએ વાવેતર કરેલા જીરાના પાકને ઇસબગુલ્લા પાકને ઘઉંના પાકને એરંડાને અને અન્ય પાકોને મોટા પાયે નુકસાન થયુ છે.
કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ મોંઘા ભાવનું વાવેતર કર્યું હતું પરંતુ કમોસમી વરસાદ થતાં ખેડૂતોએ વાવેતર કરેલો પાક તમામ નિષ્ફળ જતાં ખેડૂતો ઉપર આભ તૂટી પડ્યુ છે આવા સમયે સરકાર ખેડૂતોને મદદ કરે તેવો પત્ર પણ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ ગુજરાતના મુખ્યમંત્રીને લખ્યો છે