/connect-gujarat/media/post_banners/954185a02c3b32b0164bdcd054a4c09195800ef5d808c750c8951d53b9f7eb9b.jpg)
પુરષોત્તમ રૂપાલા વિરુદ્ધ ક્ષત્રિયા સમાજમાં આક્રોશ ફાટ્યો
ચાણસ્માના વસાઈમાં યોજાયું ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન
સંમેલન દરમ્યાન ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન
સંમેલન વેળા બહેનો અને મહિલાઓની ધ્યાનાકર્ષક હાજરી
મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા
પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રાજપૂત-ક્ષત્રિય સમાજના લોકો જોડાયા હતા. રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ કરવામાં આવેલી અભદ્ર ટિપ્પણીને લઈને સમગ્ર રાજ્યમાં રાજપૂત-ક્ષત્રિય સમાજે પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ કરી છે.
છેલ્લા એક મહિનાથી સમગ્ર ગુજરાત સહિત ઉત્તર ભારતમાં રૂપાલા વિરુદ્ધ વિરોધનો સૂર ઊભો થયો છે, ત્યારે પાટણ અને રાધનપુર તાલુકામાં ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે પાટણના ચાણસ્મા તાલુકાના વસાઈ ગામે યોજાયેલ ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં સમાજના આગેવાનો દ્વારા આક્રોશપૂર્ણ ઉદબોધન કરવામાં આવ્યા હતા.
વસાઈ ગામે ક્ષત્રિય સ્વાભિમાન સંમેલનમાં ખૂબ જ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. ભારતીય જનતા પાર્ટી હાઈકમાન્ડ દ્વારા પુરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ્દ ન કરાતા ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં સમાજ દ્વારા આવેદન પત્ર, રેલીઓ, સભા-સંમેલનો ચાલી રહ્યા છે,
ત્યારે ગામે ગામ સભાઓ યોજી ભાજપ વિરુદ્ધ મતદાન કરવા આહવાન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય સ્વાભિમાન સંમેલન દરમ્યાન હરપાલસિંહ ચુડાસમા, ઇન્દ્રવિજયસિંહ ગોહિલ સહિતના આગેવાનો તેમજ બહેનો-મહિલાઓની ધ્યાનાકર્ષક હાજરી જોવા મળી હતી.