જૂનાગઢ: રાજકોટ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાયા

કમલેશ ઠુમ્મર આંખના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ઓપરેશન પૂર્વે જ્યારે તેઓ રેસ્ટ માટે બેડ પર હતા ત્યારે આ બનાવ બન્યો

New Update

ભાજપનું સદસ્યતા અભિયાન

દર્દીઓને ભાજપના સભ્ય બનાવી દેવાયા

રાજકોટ હોસ્પિટલનો બનાવ

ઓટીપી લઇ જાણ બહાર જ સભ્ય બનાવાયા

વિડીયો બહાર આવ્યો

રાજકોટની રણછોડદાસ ટ્રસ્ટ હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટે ગયેલ દર્દીને ભાજપના સદસ્ય બનાવી દેવાયા હોવાનું બહાર આવતા વિવાદ સર્જાયો છે. જૂનાગઢના ખલિલ પૂર ચોકડી નજીક રહેતા કમલેશ ઠુંમ્મરને જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
કમલેશ ઠુમ્મર આંખના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ હોસ્પિટલમાં ગયા હતા ત્યારે ઓપરેશન પૂર્વે જ્યારે તેઓ રેસ્ટ માટે બેડ પર હતા ત્યારે આ બનાવ બન્યો હતો. એક યુવાન ત્યાં આવી પહોંચ્યો હતો અને અનેક દર્દીઓને જાણ બહાર ભાજપના સભ્ય બનાવી દીધા હોવાનો કમલેશ ઠુમ્મરે દાવો કર્યો છે.
યુવાને પેહલા મોબાઈલ નંબર માંગ્યો હતો અને બાદમાં જયારે મોબાઈલમાં Otp આવતા કમલેશ ઠુમ્મરને આ બાબતે જાણ થઈ હતી.કમલેશના આક્ષેપ અનુસાર 250થી વધુ લોકોને આ રીતે ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા છે.
#viral video #digital membership campaign #સદસ્યતા અભિયાન #Ranchoddas Trust Hospital #Shri Ranchoddasji Cheritable Hospital #રણછોડદાસ હોસ્પિટલ
Here are a few more articles:
Read the Next Article