Connect Gujarat
ગુજરાત

મોતના મુખમાંથી જનેતાએ બચાવ્યો બાળકનો જીવ, જુનાગઢમાં દીપડાનો હુમલો થતાં લોકોમાં ભય..!

માતાએ દીપડાના મોઢામાંથી પોતાના બાળકને ભારે જહેમતે બચાવી લીધો હતો. દીપડાના હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી

X

દીપડાના હુમલામાં બાળકને પહોચી ગંભીર ઇજાઓ

દીપડાનો આતંક વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ

વન વિભાગની કામગીરીથી અસંતુષ્ટ છે સ્થાનિકો

જુનાગઢમાં તાજેતરમાં લીલી પરિક્રમા દરમિયાન દિપડાના હુમલામાં કિશોરીનું મોત થયું હતું, ત્યારે ફરી એકવાર દીપડાનો બાળક ઉપર હુમલો થતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જુનાગઢમાં એક અઠવાડિયામાં દીપડાના માનવ પરના હુમલાની 3 ઘટના બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. જુનાગઢના દોલયપરા વિસ્તારમાં ઘર નજીક રમતા 2 વર્ષના બાળકને ગત સાંજે 7 વાગ્યાના અરસામાં દીપડો ઉઠાવીને લઇ ગયો હતો.

જોકે, માતાએ દીપડાના મોઢામાંથી પોતાના બાળકને ભારે જહેમતે બચાવી લીધો હતો. દીપડાના હુમલામાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. જેમાં બાળકને પ્રથમ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો હતો, અને ત્યાથી વધુ સારવાર અર્થે રાજકોટ લઇ જવામાં આવ્યો હતો. સ્થા

નિકોના જણાવ્યા અનુસાર, તાજેતરમાં લીલી પરિક્રમા દરમિયાન દિપડાના હુમલામાં કિશોરીનું મોત થયું હતું, ત્યારે હવે વધુ એક ઘટના બનતા લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. દીપડો વારંવાર આ વિસ્તારમાં આવી ચડતો હોય છે. પરંતુ વનવિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અને ઘટના સર્જાયા બાદ વનવિભાગ કાર્યવાહી કરવા દોડ્યું આવે છે, ત્યારે હવે વન વિભાગ દ્વારા વહેલી તકે ખૂંખાર દીપડાને પાંજરે પુરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.

Next Story