/connect-gujarat/media/post_banners/6db799d809dc36f8fc01c1ad72feafc762108eacb0cac0b6429b41bbdabfcd68.jpg)
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યુ હતુ.
પાવાગઢ ખાતે રવિવારે આઠમ સાથે રજાના સમન્વયને લઈ ત્રણ લાખ જેટલા યાત્રાળુઓ આવવાની ધારણા વચ્ચે યાત્રાળુઓને કોઈ તકલીફ કે મુશ્કેલીનો સામનો ન કરવો પડે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું.બીજી તરફ યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી વધુ પોલીસ ખડકી દેવામાં આવી હતી.પહેલા નોરતે યાત્રાળુઓની ભારે ભીડને લઈ સર્જાયેલ અવ્યવસ્થાને જિલ્લા પ્રસાસનએ ગંભીરતાથી લઈ આઠમને દિવસે દર્શને આવતા યાત્રાળુઓને કોઈ તકલીફ મુશ્કેલી ન પડે માટે માઈક્રો પ્લાનિંગ કરી ભારે ભીડ એકઠી થવાના સ્થળો પર બેરિકેટિંગ કરી વન વે જેવી સ્થતિનું નિર્માણ કરવામાં આવ્યું હતું..