દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે.આજે નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિર ખાતે પહોંચ્યા હતા અને સેમિકોન ઈન્ડિયા 2023નું ઉદઘાટન કર્યું હતું.
PM મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે.PM મોદી મહાત્મા મંદિર ખાતે ત્રણ બેઠક કરી હતી.અહીં લોકોને સાંભળ્યા બાદ એક્ઝિબિશન સેન્ટરની મુલાકાત પણ લેવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે મે એક્ઝિબિશન જોયું, જેમાં નવી કંપની, નવા લોકો, નવી પ્રોડક્ટ જોવા મળી. યુવાનોને આગ્રહ કરીશ કે આ પ્રદર્શન કેટલાક દિવસ ચાલશે જેમાં તમે જરૂર આવો.
આપણે બધાએ ગત વર્ષે સેમિકોન ઇન્ડિયાના પહેલા એડિશનમાં ભાગ લીધો હતો. લોકો સવાલ કરતા હતા કે, સેમિકંડક્ટરમાં શું કામ રોકાણ કરવું જોઈએ. પરંતુ હવે સવાલ બદલી ગયો છે કે શા માટે રોકાણ ન કરવું જોઈએ. હવાની દિશા બદલી ગઈ છે.
તમે ભારતના વિકાસ સાથે તમારા સપનાને જોડ્યા છે, ભારત કોઈને નિરાશ કરતું નથી. 21મી સદીના ભારતમાં તમારા માટે અવસર જ અવસર છે. ભારત તમારા બિઝનેસને ડબલ-ટ્રીપલ કરશે.