Connect Gujarat
ગુજરાત

ચૂંટણીને લઈ PM મોદી સતત ગુજરાતના પ્રવાસે, પ્રધાનમંત્રી ફરી આવશે આ 2 દિવસ માટે ગુજરાત…

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી,

ચૂંટણીને લઈ PM મોદી સતત ગુજરાતના પ્રવાસે, પ્રધાનમંત્રી ફરી આવશે આ 2 દિવસ માટે ગુજરાત…
X

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત ગુજરાતના પ્રવાસ કરી રહ્યા છે. પીએમ મોદીએ નર્મદા અને તાપી જિલ્લામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપી હતી, ત્યારે ફરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓક્ટોબર મહિનાના અંતમાં ફરી ગુજરાતના પ્રવાસે આવશે.

તા. 31 ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ છે. એટલે કે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કેવડિયા ખાતે કરવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તા. 31 ઓક્ટોબરે 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. પીએમ મોદીના હસ્તે કેવડિયામાં નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનું આયોજન પણ છે. પીએમ મોદીના આ ટૂંકો પ્રવાસ હશે, જ્યાં તેઓ કેવડિયા અને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાર્યક્રમમાં હાજરી આપશે. વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલા પીએમ મોદીનો આ અંતિમ પ્રવાસ હશે. પીએમ મોદી દિવાળી પછી એટલે કે, 31મી ઓક્ટોબરના રોજ 2 દિવસના ગુજરાત પ્રવાસે આવશે. આ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ ખાસ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેશે. કેવડિયાના કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી મોદી ઉત્તર અને મધ્ય ગુજરાતના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે. આ સાથે જ પીએમ મોદી બનાસકાંઠાના થરાદમાં જનસભાને સંબોધિત કરશે.

Next Story