જામનગરના રાજવી પરિવાર સાથે PM મોદીએ કરી મુલાકાત

જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી મુલાકાત કરી હતી.પીએમ મોદી અને શત્રુશેલ્યજી વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી

New Update

પ્રધાનમંત્રી મોદી WHOના ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કરશે. ભૂમિપૂજન બાદ 35 એકર જમીનમાં GTMC સેન્ટર બનશે. જે પારંપરિક દવાઓના સંશોધનથી 180 દેશોને લાભ મળશે.ત્યારે જામનગરના રાજવી પરિવારના સભ્ય શત્રુશેલ્યજી સાથે પીએમ મોદી મુલાકાત કરી હતી.પીએમ મોદી અને શત્રુશેલ્યજી વચ્ચે 15 મિનિટ વાતચીત પણ થઈ હતી. આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો વાગોળી હતી.

Advertisment

આપણે જણાવી દઈએ કે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવામાં પણ શત્રુશેલ્યજીનું મહત્વનું યોગદાન હતું.સંજોગોની વાત એ છે કે જામનગરમાં GCET ની જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજી જે ડિસ્પેન્સરી હતી તેની બાજુમાં જ WHO ને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવી છે.અને રાજાશાહી વખતમાં બનેલ આ આયુર્વેદિક યુનિવર્સિટી જેના કારણે WHO એ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીસીન માટે જામનગરની પસંદગી કરી છે. ત્યારે વડાપ્રધાન આ શિલાન્યાસ વિધિ પહેલા જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજી પણ મુલાકાત લીધી હતી અને 15 મિનિટ સુધી વાર્તાલાપ કરી આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનને બિરદાવ્યું હતું

WHO નું એક માત્ર સેન્ટર જામનગર ને પ્રાપ્ત થયું છે તેની પાછળના જો કારણો જાણવાનો પ્રયાસ કરીએ તો કંઈક આવા હોઈ શકે.જામનગરમાં ૧૯૬૭ માં ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટીની સ્થાપના થઈ.જામનગરના રાજવી પરિવાર દ્વારા આ યુનિવર્સિટી માટે જગ્યા ફાળવવામાં આવી જે તે સમયમાં જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજી વૈદ્ય હતા.આયુર્વેદ યુનિવર્સિટીની લાયબ્રેરીની બિલ્ડિંગમાં તેઓ પોતાની ડીસ્પેન્સરી ચલાવતા હતા

Advertisment