/connect-gujarat/media/post_banners/c716519e6c35e0603db8a9c12235e5c8eab70e7892926de503399acc3fc75aa8.webp)
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ SCO સમિટને સંબોધિત કરતા તમામ ભાગીદાર દેશોને સાથે મળીને કામ કરવા માટે આહ્વાન કર્યું હતું.
PM નરેન્દ્ર મોદીએ શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટને સંબોધિત કરી હતી. તેમના સંબોધનમાં PM મોદીએ તમામ SCO દેશો વચ્ચે બહેતર ટ્રાન્ઝિટ કોઓર્ડિનેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે ભારતને વધુ સારો વેપાર ક્ષેત્ર બનાવવાના તેમના સંકલ્પને પણ પુનરોચ્ચાર કર્યો હતો. PM મોદી આ બેઠક બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરશે, જેના પર બધાની નજર ટકેલી હશે. આ સાથે PM મોદી ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી, ઉઝબેકના રાષ્ટ્રપતિ શૌકત મિર્ઝિયોયેવ સાથે પણ દ્વિપક્ષીય વાતચીત કરશે.