PM મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે

New Update
PM મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે, ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના બે દિવસના પ્રવાસે આવશે. વડાપ્રધાન મોદી આજે ભરૂચ, ખેડા અને સુરતમાં ચૂંટણી સભાને સંબોધશે. ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના મતદાનના આડે માત્ર હવે ચાર દિવસ બાકી છે. ત્યારે બંને તબક્કાની બેઠકો માટે તમામ રાજકીય પક્ષોએ પ્રચારને વેગવંતો બનાવ્યો છે. આજે ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો રાજ્યના અનેક જિલ્લાઓમાં ઝંઝાવતી પ્રચાર કરશે. વડાપ્રધાન મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે અને જંગી રેલીઓને સંબોધન કરશે.

પીએમ મોદી આજે બપોરે 1 વાગ્યે ભરુચના નેત્રંગમાં, બપોરે સાડા ત્રણ વાગ્યે ખેડા અને સાંજે સાડા છ વાગ્યે સુરતના મોટા વરાછામાં જાહેર સભાને સંબોધન કરશે જે બાદ સુરતમાં જ રાત્રિ રોકાણ કરશે અને બાદમાં આવતીકાલે કચ્છના અંજાર, ભાવનગરના પાલિતાણા અને રાજકોટમાં જાહેરસભાને સંબોધન કરશે. તો મલ્લિકાર્જુન ખડગે આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. ખડગે આજે ડેડીયાપાડા અને ઓલપાડમાં સભાને સંબોધન કરશે. તો આપના સંયોજક અરવિંદ કેજરીવાલ જામનગરમાં રોડ શોમાં ભાગ લેશે.

વડાપ્રધાન મોદી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પ્રચાર કરશે. વડાપ્રધાન 6થી વધુ સભાને સંબોધન કરશે. સુરત PM મોદી પાટીદારોના ગઢમાં સભા ગજવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષો બાદ પાટીદાર ગઢમાં રાજકીય સભા સંબોધશે. ઉત્તર, કામરેજ, ઓલપાડ, કતારગામ, વરાછા અને કરંજ બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે

Latest Stories