/connect-gujarat/media/post_banners/e30210c4300a54b38e9f417de34ea28412d498d22eac774edc90179e7bfac586.webp)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ખાનગી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં રામ મંદિરને લઈને પોતાની લાગણી વ્યક્ત કરી છે. આ દરમિયાન તેમણે કહ્યું કે હું રામલલાના દર્શનને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. જ્યારે હું દર્શન માટે ત્યાં પહોંચ્યો ત્યારે એવું લાગ્યું કે જાણે ભગવાન રામ મને કહી રહ્યા હોય કે ભારતનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે.
ભારતના દિવસો આવી ગયા છે. ભારત આગળ વધી રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે દર્શન દરમિયાન મને એવું લાગ્યું કે જાણે હું 140 કરોડ દેશવાસીઓની આંખોમાં સપના જોઈ રહ્યો છું. એ ક્ષણ હું ભાગ્યે જ ભૂલી શકીશ.પીએમ મોદીએ ઈન્ટરવ્યુ દરમિયાન ઘણી વાતો કહી. આ દરમિયાન વડાપ્રધાને તેમની માતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મારી માતા હંમેશા કહેતી હતી કે બુદ્ધિથી કામ કરો, પવિત્રતાથી જીવન જીવો. કોઈને નુકસાન ન કરો, ગરીબો માટે કામ કરો.