Connect Gujarat
ગુજરાત

PM નરેન્દ્ર મોદીનું પ્રચાર અભિયાન ટોપ ગિયરમાં, પ્રચાર સભાઓમાં કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પી.એમ.નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે.

X

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પી.એમ.નરેન્દ્ર મોદી ગુજરાતમાં ઝંઝાવતી પ્રચાર કરી રહ્યા છે. આજે તેઓએ મહેસાણા અને દાહોદ સહિત વિવિધ જિલ્લાઓમાં ચિક્કાર જનમેદનીને સંબોધન કર્યું હતું

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તમામ રાજકીય પક્ષો પોતાની સરકાર બનાવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અંતરાલ બાદ ફરી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે મહેસાણા,દાહોદ,વડોદરા અને ભાવનગરમાં તેઓની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહેસાણા અને દાહોદમાં પી.એમ.નરેન્દ્ર મોદીએ જનમેદનીને સંબોધન કર્યું હતું જેમાં તેઓએ રાજ્ય અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ યોજનાઓનો ચિતાર આપી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા તેઓએ કહ્યું કે, કોંગ્રેસનું મોડેલ એટલે ભ્રષ્ટાચાર, પરિવારવાદ, જાતિવાદ. કોંગ્રેસ વોટબેંક પોલિટીક્સ કરવાનું જાણે છે. કોંગ્રેસના મોડેલે ગુજરાતને બરબાદ કર્યુ છે. કોંગ્રેસની નીતિ ગરીબોને પછાત જ રાખવાની છે. કોંગ્રેસે સત્તામાં ટકી રહેવા ભાગલા પાડ્યા છે.20 વર્ષમાં ભાજપે જે કામ કર્યા છે તેનાથી વિરોધીઓ હેરાન છે.

આ બાદ તેઓએ આદિવાસી વિસ્તાર દાહોદમાં જનસભા સંબોધી હતી જેમાં તેઓએ રાહુલ ગાંધી પર નામ લીધા વગર પ્રહાર કર્યા હતા. તેઓએ તેમના સંબોધનમાં જણાવ્યુ હતું કે આદિવાસીઓની વાત કરતા એકભાઇ પદ માટે પદયાત્રા કરી રહ્યા છે, ભાજપે આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા ત્યારે તેઓ ક્યાં હતા?'આ ઉપરાંત તેઓએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં ફરી ભાજપની સરકાર બનાવવા આદિવાસીઓના આશીર્વાદ જોઇએ છે જે તમે મને જરૂર આપશો એવી આશા છે

Next Story