Connect Gujarat
ગુજરાત

ડાંગ જિલ્લાના પૂર્વપટ્ટીના 18 ગામોની તરસ છિપાવશે “પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજના”

જાસોલ ગામે પુર્ણા નદી ઉપર 8 મીટરની ઉચાંઈ અને 140 મીટરની લંબાઈ જેની સંગ્રહ શક્તિ 57 કરોડ લીટર જેટલી છે. જેની કામગીરી હાલ પુર્ણ થઈ છે

X

ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં જાસોલ ગામે પૂર્ણા નદી પર ડેમનું નિર્માણ થઈ રહ્યું છે. આ સુવિધાના પગલે સમાવિષ્ઠ કરતી પોળસમાળ જુથ પાણી પુરવઠા યોજનાની વહીવટી મંજુરીથી 18 ગામના 9 હજારથી વધુ લોકોને પીવાનું પાણી ઉપ્લબ્ધ બનશે. પોળસમાળ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ બની રહેલા આ ડેમના પગલે પોળસમાળ, કિરલી, કાકડવીહીર ખેરીન્દ્રા જેવા ગામના પ્રજાજનોને પીવાના પાણીની સુવિધા ઉપ્લબ્ધ બનશે. જાસોલ ગામે પુર્ણા નદી ઉપર 8 મીટરની ઉચાંઈ અને 140 મીટરની લંબાઈ જેની સંગ્રહ શક્તિ 57 કરોડ લીટર જેટલી છે. જેની કામગીરી હાલ પુર્ણ થઈ છે.

Next Story