/connect-gujarat/media/media_files/2026/02/21/tharad-suicide-case-2026-02-21-21-25-29.jpg)
થરાદમાં કેનાલમાં ઝંપલાવી જીવન ટુંકાવનાર કરનાર બેંક ઓફ બરોડાના કર્મચારી આરીફશા રહેમાનશા ફકીરના કેસમાં થરાદ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ 16 વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
બેન્ક કર્મચારી આરીફશાએ 11 ફેબ્રુઆરીએ થરાદ નજીક નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી. ઘટના સ્થળેથી રોડ પરથી તેમના ચંપલ, મોબાઈલ ફોન અને એક પાકીટમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં મૃતક આરીફશાએ ઉલ્લેખ કર્યો હતો કે કેટલાક લોકો પાસેથી તેમને કરોડો રુપિયા લેવાના છે. જે લોકો રુપિયાના બદલે માનસિક ત્રાસ આપી આત્મહત્યા કરવા મજબૂર કર્યા હતા.
11 ફેબ્રુઆરી, 2026ના રોજ નાગલા કેનાલ પાસે આરીફશા ફકીરે કેનાલમાં ઝંપલાવ્યું હતું. આ ઘટના બાદ 13 ફેબ્રુઆરીએ અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન સુસાઈડ નોટ મળી આવતા, તેમની પત્નીની ફરિયાદના આધારે 16 આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) કલમ 108, 351(4) અને 54 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં આરોપીઓની શોધખોળ ચાલુ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.